August 15, 2007

મુંઝવણ

ગુંચવણ માં છું ને મુંઝવણમાં છું
ઉકેલ શોધવાની વિસામણમાં છું.

આ શું થાય છે ?
તે શોધવાની મથામણમાં છું.

જે થાય છે તે કેમ થાય છે ,
તે સમજવાના પ્રયત્નમાં છું.

છતા પણ નિરંતર
કંઇક પામવાના યત્નમાં છું.


- સુગંધ.

May 14, 2007

તારી એ સુગંધનો દરિયો...

જાજરમાન તારો એ ઠસ્સો,
ને રણકતો તારો એ પગરવ,

ખળખળ તારૂ એ હાસ્ય,
ને સુચક તારો એ મલકાટ,

અતિસુદંર તારી એ સુદંરતા,
ને મોહક તારી એ લજ્જા,

હજુ પણ યાદ છે મને,
તારી એ સુગંધનો દરિયો,

હજુ પણ શ્વાસમાં છે મારા,
તારી એ સુગંધનો દરિયો,

તારી એ સુગંધનો દરિયો,
તારી એ સુગંધનો દરિયો...

- સુગંધ।

January 19, 2007

શું ખરેખર ??

શું થયુ એ દિવસે
કંઇ ખબર પડી ?

કંઇ કહ્યુ એને
સંભળાયુ કે નહિ ?

જે સાંભળ્યુ તે ઊતરી ગયુ
હ્રદય સોંસરવુ

માર્ગ થયા અલગ
શું ખરેખર ??

- સુગંધ.

January 08, 2007

બાળપણના ઉત્સવો

એ પતંગ માટે કરેલી જીદ..
અને એ હોળીના રંગોની મઝા..

એ ઊનાળાની રજાઓની ઇંતેજારી..
અને એ ઉઘડતી શાળાનો વરસાદ..

એ ફળીયામાં થતી નવરાત્રી..
અને એ દિવાળીમાં ચારે તરફ છવાતો આનંદ..

નથી ભુલાતા એ તહેવારો..
એ જ તો છે બાળપણના ઉત્સવો ..

- સુગંધ.

ધરુ મુઝને તારા ચરણમાં...

ધરુ મુઝને તારા ચરણમાં...
કૃપા ચાહુ તારી જગત માટે...

અમી નજરૂ તારી ને...
કલ્યાણ થાય જગનું...

- સુગંધ.