December 19, 2008

તલાશમાં છું

માણસે-માણસે હુંફ શોધતો હું,
ઘડીકમાં પ્રેમની તો ઘડીકમાં પ્રિયતમાની તલાશમાં છું,

અડફેટો ખાતો, પડતો આખડતો હું,
ખાંખાખોળા કરતો, શુન્યાવકાશમાં અવકાશની તલાશમાં છું,

પા-પા પગલીથી દોડતો હું,
કશુંક પામવાને, લક્ષ્ય પામવાને કટીબધ્ધ છું,

માણસોની ભીડ વચ્ચે માનવતાને શોધતો હું,
જાણે ઘાસની ગંજીમાંથી સોય શોધવાની મથામણમાં છું,

આભાસી એવી આ દુનિયામાં,
ખરેખર તો હું મારા વજુદની તલાશમાં છું.


- સુગંધ.

December 16, 2008

તારી એ સુગંધનો દરિયો : ભાગ-૨

તારી એ સુગંધનો દરિયો : ભાગ-૧ અહિં વાંચો.

ચુંબકીય તારૂ વ્યક્તિત્વ,
ને મુગ્ધ તારી એ નજર,

બાળક જેવી તારી એ જીદ,
ને હાય.. તારી એ અદા,

પારદર્શક તારી એ ત્વચા,
ને ડુબી જવા આમંત્રિત કરતી એ આંખો,

મારા વ્હાલ ના પુરાવારૂપી,
તારા ગાલ પર શરમના એ શેરડા,

નથી જીરવાતો તારો આ વિયોગ,
ને નથી સહેવાતી આ જુદાઇ,

કેમ કે, હજુ પણ યાદ છે મને,
ને હજુ પણ શ્વાસમાં છે મારા,

મિલન વખતે ભરતી રૂપે ઉભરતો,
તારી એ સુગંધનો દરિયો,

તારી એ સુગંધનો દરિયો,
આહા.. તારી એ સુગંધનો દરિયો...



- સુગંધ.

February 07, 2008

એક વિરામ

ચાલતા ચાલતા એક વિરામ,
રોજ રોજની આ દડમજલથી આરામ;

જાણુ છુ જવાનુ છે કેટલે,
હજુ તો છે મુકામ ઘણુ દુર;

અંતરની છે એષ્ણા ને છે પોકાર,
અવસર છે પામવાનો નવો આકાર;

આ તો જરા ઘડી બે ઘડી આરામ,
પછી નવુ જોમ ને ફરી કામ, કામ ને કામ.


- સુગંધ।