May 16, 2010

હતો ત્યાં ને ત્યાં

એક પ્રેમી પોતાની પ્રેમિકા ને ભૂલવા મથે છે ને એ પ્રયત્ન માં ફરી એની યાદો માં ખોવાઈ જાય છે એ મુદ્દા પર સુઝી આવેલા થોડા વિચારો અહી રજુ કરેલા છે. થોડીક હળવી શૈલી માં સ્ફુરેલા આ વિચારો ને એ રીતે જ મમળાવવાની મજા આવશે.

યાદો ને સમેટી લીધી મેં તારી,
સારું થયું કે હવે તને ભૂલી ગયો,


પણ ના વિચારી ને તો પાછો,
મારા મન માં કૈક સળવળાટ થયો,


નાની અમથી હિલચાલ માં થી,
એક મોટો વા-વંટોળ ઉભો થયો,


વાગોળી-મમળાવી ને સંગાથ તારો ,
પાછો હું યથાવત થયો.

- સુગંધ.

April 24, 2010

તું અને તારૂ અસ્તિત્વ

અમુક પળો ને કેદ કરી મેં કેમેરા માં,
અમુક વાતો ને સાચવી છે કલમ ના સહારે,

પણ કેવી રીતે કેદ કરું તારી શરમ ને,
અથવા તારી શરમ ને જોઈ મને થતી અનુભૂતિ ને,

નથી કોઈ માધ્યમ પણ વ્યખાયિત થયેલું,
કે જેમાં હું બચાવી રાખું તારા સ્મિત ને,

હા એક માધ્યમ છે મારી પાસે બહુ કામ નું,
જેમાં હું સાચવી રાખું છું તારી યાદો ને,

છે હૃદય જે કરે છતી બહુ વાજતે ગાજતે,
મારા જીવન માં તારી હાજરી ને,

ભલે નથી તું મારી પાસે ભૌતિક વિશ્વ માં,
જોજનો પણ થઇ જાય નાના, બંધ કરું જયારે આંખો ને,

યાદો ને હડસેલવાનો જરા સરખો પ્રયત્ન પણ,
ગહન કરી નાખે છે મારા મન માં તારા અસ્તિત્વ ને.

- સુગંધ.