પ્રેમ મૂંઝવે
હું ને મારી સંગિની અત્યારે બે અલગ-અલગ ખંડો માં. ભલે થોડા દિવસ માટે હોય, પણ જો આવા સમયે રમેશ પારેખ ની "વરસાદ ભીંજવે" યાદ આવે તો ભાઈ ભાઈ, હાલત ખરાબ થઇ જાય. આવી હાલત માં, "વરસાદ ભીંજવે" ની એક પંક્તિ પરથી મને સ્ફૂરેલી પંક્તિ,
જોજનો દુર આપણે અને યાદ મૂંઝવે
મને મૂંઝવે તું તને પ્રેમ મૂંઝવે
- સુગંધ. (૧૭ એપ્રિલ, ૨૦૧૬)